થાનગઢ: મોરથળા ગામે ખનિજ ચોટી કરવાની મનાઈ કરતા યુવાન પર હુમલો
થાનગઢના મોરથળા ગામે રહેતા અને પશુપાલક જગાભાઈ ભુરાભાઈ સાટીયાએ ગૌચર જમીન પર ખનન કરવા મનાઈ કરતા ઉશ્કેરાયેલા ખનિજ માફિયાઓએ ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થયા. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ મામલે ભીખાભાઈ ગેલાભાઈ સાટીયા, મફાભાઈ ગેલાભાઈ સાટીયા અને ગોપાલભાઈ ભીખાભાઈ સાટીયા સામે થાનગઢ પોલીસ મથકે ગુનો નોંધાઈ કાર્યવાહી હાથ ધરાઈ છે