લખપત: લખપતના જીએમડીસી પ્રોજેક્ટમાં સુરક્ષા કર્મચારીઓનો વિરોધ: ગ્રેજ્યુઈટી અને બોનસ ચૂકવવા મામલતદારને આવેદનપત્ર
Lakhpat, Kutch | Sep 29, 2026 લખપત તાલુકાના માતાના મઢ સ્થિત GMDC લિગ્નાઈટ પ્રોજેક્ટમાં મેક્સ સિક્યોરિટી કંપનીમાં ફરજ બજાવનારા સુરક્ષા કર્મચારીઓએ અન્યાયનો આક્ષેપ કર્યો છે. વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૪ દરમિયાન ફરજ બજાવનાર આશરે ૨૦૦ જેટલા સ્થાનિક કર્મચારીઓને હજુ સુધી ગ્રેજ્યુઈટી અને બોનસની રકમ ન મળી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.