શહેરા: શહેરામાં મધ્ય રાત્રિ એ ધોધમાર વરસાદ વરસ્યો,અણિયાદ ચોકડી પરના હાઇવે પર વરસાદી પાણી ભરાયા
શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસની ગરમી અને ઉકળાટ બાદ મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાં જ અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો,જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી. ધોધમાર વરસાદના કારણે અણિયાદ ચોકડી પરના મુખ્ય હાઇવે પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.