પેટલાદ: પેટલાદમાં દિવાળીની ખરીદી વચ્ચે પોલીસનું સઘન પેટ્રોલિંગ
Petlad, Anand | Nov 8, 2026 દિવાળીના તહેવારને પગલે પેટલાદમાં સ્ટેશન રોડ સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસની 112 વાન દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ખરીદી કરવા ઉમટેલી લોકોની ભીડ વચ્ચે ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને સુરક્ષા જળવાય તે માટે પોલીસ સતત તૈનાત જોવા મળી હતી.