અબડાસા: કોઠારામાં પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનું લોકાર્પણ
Abdasa, Kutch | Oct 3, 2026 અબડાસા તાલુકાના કોઠારા ગામે જાટ ચૌધરી સમાજવાડી ખાતે ‘પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નું લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે વિવિધ ખેતપેદાશોના સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનો અંગે માહિતી મેળવી તથા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું. સ્વસ્થ જીવન માટે પ્રાકૃતિક ઉપજને આહારમાં સામેલ કરવા અપીલ કરી હતી.