દેત્રોજ રામપુરા: બોપલ આંબલી રોડ પર પેટ્રોલ પંપ કર્મી પર હુમલો, પોલીસે તપાસ હાથ ધરી
ઇસ્કોન - આંબલી રોડ પર પેટ્રોલપંપ પર નાઈટ ડ્યુટી કરી રહેલા કર્મચારીને નંબર પ્લેટ વિનાની થાર ગાડીમાં આવેલા શખ્સોએ માર માર્યો હતો. થોડીવાર રાહ જોવાનું કહ્યું હતું જેથી ગાડી ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને બાદમાં તેની સાથે રહેલા શખ્સો સાથે કર્મચારીના કપાળ ઉપર છરી મારી દેતા તેને ઈજા થઈ હતી જેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે સરખેજ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.