દેશભરમાં ચાલી રહેલા 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ગોધર તાલુકા મંડળ દ્વારા ગોધર ખાતે એક ભવ્ય તિરંગા યાત્રાનું ઉત્સાહભેર આયોજન તા.12 ઓગસ્ટ બુધવારના રોજ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય તિરંગા યાત્રામાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.