દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના પ્રેરણાથી દેવગઢ બારીઆ જનપદ પ્રશાસન તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, દાહોદના સંયુક્ત આયોજન હેઠળ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત આ યાત્રા યોજાઈ હતી.
દેવગઢ બારીઆના મામલતદારની પ્રેરક ઉપસ્થિતિમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ વાય.એસ. આર્ડસ એન્ડ કે.એસ. શાહ કોમર્સ કોલેજ ખાતેથી થયો હતો. ત્યારબાદ યાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ ઈરા માધ્યમિક શાળા ખાતે પહોંચી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું.
ઈરા માધ્યમિક શાળા ખાતે સંસ્કૃત ભાષાના મહત્વ અને ભારતીય જ્ઞાન, સંસ્કૃતિ તથા પરંપરામાં સંસ્કૃતના યોગદાન અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રીફળ વધેરીને કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વિદ્�
Dohad, Dahod | Aug 27, 2026