દાહોદ જિલ્લાના લીમડીથી પોતાની મોટરસાયકલ પર દાહોદ તરફ આવી રહેલા લીમડીના ૨૬ વર્ષીય યુવાનને કોઈ કારણસર મોટર સાયકલ પર આવેલા ત્રણ યુવકોએ ખરોડ ગામે રોડ પર રોકી માર મારવાની ધમકી આપી પોતાની મોટર સાયકલ ઉપર બેસાડી અપરણ કરી છાપરી ગામે ગેસ ગોડાઉન પાસેની ખુલ્લી જગ્યામાં લઈ જઈ માર મારી ધાકધમકી આપ્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે.
ગત તારીખ ૮-૮-૨૦૨૬ ના રોજ રાત્રિના સાડા સાતેક વાગ્યાના સુમારે લીમડી ગામે બાન્ડા ફળિયામાં કરંબા રોડ પર રહેતા ૨૬ વર્ષીય હરીશભાઈ હસમુખભાઈ ગારી પોતાની મોટરસાયકલ લઇ લીમડી થી દાહોદ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં દાહોદ તાલુકાના ખરોડ ગામે બે થી ત્રણ મોટરસાયકલ લઈને આવેલા ભૂપેશભાઈ બાબુભાઈ ગારી, પપ્પુભાઈ અમરાભાઈ ગારી તથા સતિષભાઈ રમણભાઈ ગારીએ હરીશભાઈ ગારીની મોટરસાયકલ ઉભી રખાવી હરીશભાઈ ગારીના શર્ટનો કોલર પકડી, 'ચાલ અમારી ગાડી પર બેસી જા, નહીં તો તને માર પડશે, તેમ કહી ધમકી આપી મોટરસાયકલ પર જબરજસ્તીથી વચ્ચે બેસાડી અપહરણ
Dohad, Dahod | Aug 27, 2026