ઝાલોદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના પ્રભારી અનિલભાઈ ગરાસિયા દ્વારા સારમારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત કરાઈ
અનિલભાઈ ગરાસિયા દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં શાળા, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સુવિધાઓ અને લોકોને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે સારમારીયા પીએચસીની મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન ડૉ. ભાર્ગવ ભાભોર સાથે આરોગ્ય કેન્દ્રની કામગીરી અને દર્દીઓને આપવામાં આવતી સારવાર સહિત વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા દર્દીઓ સાથે વાતચીત કરી તેમને પડતી મુશ્કેલીઓ અને મળતી આરોગ્ય સેવાઓ અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી.
આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રના વિવિધ વોર્ડની મુલાકાત લઈ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા તબીબી સાધનોની સ્થિતિ અંગે ચકાસણી કરવામાં આવી હતી. સાધનો કાર્યરત છે કે નહી�
Dohad, Dahod | Aug 27, 2026