દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ દાહોદ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈ ધાર્મિક સ્થળોએ દર્શન કરી સ્થાનિક આગેવાનો અને સંતો સાથે બેઠક યોજી
દાહોદ તાલુકાના મંડાવાવ ગામના ચાંદણીયા ફળિયામાં આવેલા રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ગામના સંતો, સામાજિક આગેવાનો અને ગ્રામજનો સાથે બેઠક યોજી વિવિધ સ્થાનિક અને સામાજિક વિષયો અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
ત્યારબાદ ધામરડા ગામે આવેલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાની પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે પણ ગામના સંતો અને આગેવાનો સાથે બેઠક યોજી ગામના વિવિધ પ્રશ્નો અને વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાણાપુર ગામે મહાદેવ મંદિર ખાતે પહોંચીને દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ગામના સંતો અને આગેવાનો સાથે બેઠક યોજી વિવિધ વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ધારાસભ્યન�
Dohad, Dahod | Aug 27, 2026