નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે RTO દાહોદ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોના પાલન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા તેમજ વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા અંગે સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત, વાહનની ગતિ નિયંત્રણમાં રાખવી, ટ્રાફિક સિગ્નલ અને માર્ગના નિયમોનું પાલન કરવું તેમજ અન્ય વાહનચાલકોની સલામતીનું પણ ધ્યાન રાખવું જરૂરી હોવાનું જણાવાયું હતું.
RTO દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષિત ડ્રાઇવિંગ અને માર્ગ સલામતી અંગે જાગૃત કરી માર્ગ અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક નિયમોનું જવાબદારીપૂર્વક પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ મ
Dohad, Dahod | Aug 27, 2026