દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા લીમખેડામાં વધતી મોંઘવારીના મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
દિનપ્રતિદિન જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
પાર્ટીના કાર્યકરોનું કહેવું હતું કે વધતી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર સતત આર્થિક બોજ વધી રહ્યો છે. ઘરવપરાશની ચીજવસ્તુઓના વધતા ભાવથી સામાન્ય નાગરિકોના બજેટ પર પણ તેની સીધી અસર પડી રહી છે.
આ મુદ્દે સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી આમ આદમી પાર્ટી દ્વારા જનતાના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોંઘવારી પર નિયંત્રણ લાવવા અને સામાન્ય જનતાને રાહત મળે તે માટે સરકાર તાત્કાલિક યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી હતી.
Dohad, Dahod | Aug 27, 2026