દાહોદ જિલ્લાના ગ્રામસેવકો દ્વારા ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ સ્થળ ચકાસણીની કામગીરી હાથ ધરાઈ
ખેડૂતોને સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓનો લાભ યોગ્ય રીતે મળે અને યોજનાની માર્ગદર્શિકા મુજબ સાધનો તથા સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે કે નહીં તેની ખાતરી કરવા માટે ગ્રામસેવકો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી રહી છે.
આ કામગીરી અંતર્ગત ટ્રેક્ટર, તારની વાડ અને ગોડાઉનના સ્થળોની ચકાસણી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ફાર્મ મિકેનાઈઝેશન યોજના હેઠળ પાવર થ્રેસર, કલ્ટીવેટર, રોટાવેટર, રીપર, પ્લાઉ અને વવાણીયા જેવા કૃષિ સાધનોની પણ સ્થળ પર જઈને ચકાસણી કરવામાં આવી રહી છે.
ખેડૂતોને સિંચાઈની સુવિધા મળી રહે તે માટે પાઈપની પણ સ્થળ ચકાસણી કરવામાં આવી રહી છે.
ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોંચે અને સરકારી સહાયનો પારદર્શક તથા યોગ્ય ઉપયોગ થાય તે હેતુથી ગ્રામસેવકો દ્વારા આ ચકાસણી કામગીરી કરવામાં આવી રહી છે.
Dohad, Dahod | Aug 27, 2026