પેટલાદ: વાસદ-તારાપુર હાઇવે પર અકસ્માત: 70 વર્ષીય વૃદ્ધાનું મોત, અજાણ્યો ચાલક ફરાર
Petlad, Anand | Nov 9, 2026 પેટલાદના વાસદ-તારાપુર હાઇવે પર શંકરપુરા પાટીયા પાસે રસ્તો ઓળંગી રહેલા 70 વર્ષીય રઈબેન ઠાકોરને અજાણ્યા ફોર વ્હીલર ચાલકે ટક્કર મારી. ગંભીર ઈજા પામેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.