દેત્રોજ રામપુરા: SG હાઈવે પર હુક્કાબાર ઝડપાયુ
એસ.જી. હાઈવે પર આવેલા 'ધ મુનબીન કેફે' પર સરખેજ પોલીસે દરોડા પાડીને ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. હર્ષ ત્રિપાઠી અને જૈનમ દોશી દ્વારા સંચાલિત આ કેફેમાંથી નિકોટીનયુક્ત ફ્લેવર્સ અને હુક્કા સહિત કુલ ૧૨ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે બંને સંચાલકો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.