ભચાઉ: પોલીસની કાર્યવાહી: ગાંજાના જથ્થા સાથે 20 વર્ષીય યુવક ઝડપાયો
Bhachau, Kutch | Nov 5, 2026 પૂર્વ કચ્છમાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ભચાઉ પોલીસે ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઉર્વેશ હાજીભાઈ ખલીફાને ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.આરોપી પાસેથી 248 ગ્રામ ગાંજો સહિત કુલ 17,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ કામગીરી ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.