Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
दुर्घटना
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
मध्यप्रदेश
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
aapnudahod
Dohad, Dahod
| Aug 25, 2026
MORE NEWS
@royalmobileservice followed
Dohad, Dahod | Aug 25, 2026
દાહોદ જિલ્લા પંચાયત ખાતે ચેરમેન ડૉ. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ દાહોદ, દાહોદ જિલ્લા પંચાયત ખાતે ચેરમેનસુશ્રી ડૉ. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠક દરમિયાન ચેરમેનશ્રી ડૉ. રોશનીબેન પટેલે ICDS વિભાગ દ્વારા બાળ વિકાસ, પોષણ અને મહિલા કલ્યાણ ક્ષેત્રે હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે ગ્રામીણ અને ક્ષેત્રિય સ્તરે જઈને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે ચેરમેનશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ સુધી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ સમયસર અને અસરકારક રીતે પહોંચે તે આપણી મુખ્ય પ્રાથમિકતા છે." આગામી સમયમાં પણ તમામ કર્મચારીઓને વધુ ઉત્સાહ, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક પોતાની ફરજો નિભાવવા માટે જરૂરી દિશા-નિર
Dohad, Dahod | Aug 25, 2026
દાહોદ જિલ્લાના લીંમખેડાથી ખીરખાઈ સુધી દારૂ ભરેલી ઈકો કારનો પીછો કરી પોલીસે ઝડપી પાડી, રૂ.2.51 લાખનો મુદ્દામાલ જપ્ત દાહોદ જિલ્લાના લીમખેડા વિસ્તારમાં એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઈકો કારનો પીછો કરી ખીરખાઈ ગામના ડુંગર ફળિયામાંથી બે ઈસમોને ઝડપી પાડી રૂ.2.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તા.24 ઓગસ્ટના રોજ લીમખેડા બજારમાં શંકાસ્પદ ઈકો કાર નં. GJ20AQ7206ને પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર ભગાવી હતી. પોલીસે પીછો કરતાં કાર ખીરખાઈ તરફના ડુંગર ફળિયામાં ઊભી રાખી દેવામાં આવી હતી. સ્થળ પરથી કિશનભાઈ રમેશભાઈ વણઝારા અને ભાવેશભાઈ ભારતભાઈ વણઝારાને ઝડપી લેવાયા હતા. કારની તપાસમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. જેમાં કિંગફિશર બિયર, કાઉન્ટી ક્લબ વ્હિસ્કી અને રોયલ ચેલેન્જ વ્હિસ્કી મળી કુલ 312 બોટલ/ટીન, કિંમત રૂ.41,448નો જથ્થો મળ્યો હતો. ઉપરાંત બે મોબાઈલ ફોન રૂ.10 હજાર તથા દારૂ હેરાફેરીમાં વપરાયેલી ઈકો કાર રૂ.2 લાખ મળી કુલ �
Dohad, Dahod | Aug 25, 2026
જનરક્ષક-112ની સમયસૂચકતા અને બહાદુરીથી રિક્ષાચાલક માટે બની દેવદૂત* 0 મુસાફરો બની આવેલા બે શખ્સોએ દાહોદમાં રિક્ષાચાલક સાથે મારામારી કરી લૂંટનો પ્રયાસ કરી રિક્ષા લઈ ફરાર થયા હતા દાહોદ તાલુકામાં રાત્રિના સમયે કુંદનપુરથી કતવારા તરફ મુસાફરોને લઈ જઈ રહેલા રિક્ષાચાલક રાજુભાઈ ડામોર માટે અચાનક સર્જાયેલી પરિસ્થિતિમાં જનરક્ષક-112ની ટીમ સમયસર મદદે આવી દેવદૂત સમાન સાબિત થઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, રાજુભાઈ ડામોર પોતાની રિક્ષામાં મુસાફરોને લઈ જઈ રહ્યા હતા. દરમિયાન અંધારાનો લાભ લઈ મુસાફરો બનીને બેઠેલા બે શખ્સોએ રસ્તામાં રિક્ષા રોકાવી રિક્ષાચાલક સાથે મારામારી કરી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. મારામારી બાદ બંને શખ્સો રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા અને રિક્ષાચાલકને રસ્તા પર છોડી દીધો હતો. બનાવની જાણ જનરક્ષક-112 કંટ્રોલ રૂમને થતાં ફરજ પરના ડ્રાઇવર ધવલભાઈ કામોલ અને પોલીસ કોન્સ્ટેબલ નિર્મલસિંહ પરમાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમે રિક
Dohad, Dahod | Aug 25, 2026
૧૨ જ્યોતિર્લિંગ કથા યાત્રા દરમિયાન અગિયારમાં જ્યોતિર્લિંગ ભગવાન કેદારેશ્વર 🔱 કેદારેશ્વર ભગવાન ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ માં મંદાકિની નદી ના કિનારે હિમાલય પર્વત પર બિરાજમાન છે 🌺 ભગવાન આપ સર્વની મનોકામના પૂર્ણ કરે 🙏🏻 Shivang Nilkanth Bhatt 9510599953 આધ્યાત્મીક અને ધાર્મિક જાણકારી માટે Follow કરો 🌺 @vaidik_tantra #kedarnath #uttarakhand #trndingreels #dahod #shiva dahodlive viral reel kedarnath uttarakhand
Dohad, Dahod | Aug 25, 2026
20 લાખના ચેક બાઉન્સ કેસમાં વેપારીને 1 વર્ષની સજા દાહોદ કોર્ટનો મહત્વનો ચુકાદો: આરોપીને રૂ.28.40 લાખનો દંડ, ફરિયાદીને રૂ.28.30 લાખ વળતર ચૂકવવાનો હુકમ કરાયો દાહોદ શહેરમાં રૂ.20 લાખના ચેક બાઉન્સના કેસમાં દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે અગ્રવાલ ટ્રેડર્સના પ્રોપરાઇટર જયેશ રામગોપાલ અગ્રવાલને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને રૂ.28.40 લાખનો દંડ ભરવાનો આદેશ કર્યો છે. દંડની રકમમાંથી રૂ.28.30 લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટના ચુકાદા મુજબ ફરિયાદી અવિનાશ જીતેન્દ્રસિંગ અને આરોપી વચ્ચે મિત્રતાના સંબંધો હતા. આરોપીને નજીકની મિલકત ખરીદવા માટે નાણાંની જરૂર હોવાથી તેણે ફરિયાદી પાસેથી રૂ.20 લાખ ઉછીના લીધા હતા. આ રકમ પરત ચૂકવવા માટે આરોપીએ ધી દાહોદ અર્બન કો.ઓ. બેંક લિમિટેડ, દાહોદના પોતાના ખાતાનો ચેક નંબર 492964, તારીખ 14/10/2021નો રૂ.20 લાખનો ચેક ફરિયાદીને �
Dohad, Dahod | Aug 25, 2026
ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ યોજનાના ઘટકોમાં ઓનલાઈન અરજીઓ કરવા ખેડૂતો માટે તક દાહોદ, તા. 24/08/2026: વર્ષ 2026-27 માટે કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ એજીઆર 2.3.4 યોજનાના ઘટકો માટેના બીજા તબક્કામાં આઈ-ખેડૂત પોર્ટલ મારફતે તા. 24/08/2026 થી તા. 07/09/2026 સુધી ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને વિવિધ કૃષિ યંત્રો અને સાધનો માટે સહાયનો લાભ મળી શકે તે હેતુથી નીચે મુજબના ઘટકો માટે ઓનલાઈન અરજી કરવાની તક આપવામાં આવી છે: ટ્રેક્ટર, પશુ સંચાલિત વાવણીયા, સીડ ડ્રિલ, બ્લેડ (ટ્રેક્ટર ઓપરેટર), લૅન્ડ લેવલર, પાવર થ્રેશર, રીપર બાઈન્ડર, વિવિધ પ્રકારના રોટરી પાવર ટીલર, પાવર વિન્ડર, સીડડ્રીલ, સબ સોઇલર, હેવી હોલ, વિનોઈંગ ફેન, રોટાવેટર, અન્ય ઓજારો, પ્લાઉ (વિવિધ પ્રકારના), સનેડો, વિવિધ પ્રકારના હેરો, શ્રેડર/મોબાઈલ શ્રેડર, ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર, પોસ્ટ હાર્વેસ્ટ ઈક્વિપમેન્ટ, કલ્ટીવેટર તથા સ્માર્ટ એન્ડ પ્રિસિઝન ફાર્મિંગ. ખેડૂતોને વર્ષ 2026-27 માટે ખેતીવા�
Dohad, Dahod | Aug 25, 2026
૪૧ મો રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયું : ૨૫ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી ઉજવણી *દૃષ્ટિ સારવાર – સૌના માટે : આંખોની નિયમિત તપાસ અને સમયસર સારવાર અંગે જનજાગૃતિ* 00 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ૨૫ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર દરમિયાન ૪૧ મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. પખવાડિયા દરમિયાન નાગરિકોમાં આંખોની સંભાળ, સમયસર તપાસ તથા દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓ અંગે જનજાગૃતિ કેળવવા વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આંખોમાં તકલીફ જણાય ત્યારે ઘરેલુ ઉપચાર કે જાતે દવા લેવાને બદલે તાત્કાલિક નજીકના આશા વર્કર, નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)ના ડૉક્ટર અથવા ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. બાળકોની આંખોની નિયમિત દૃષ્ટિ ચકાસણી કરાવવી અત્યંત જરૂરી છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત અંધત્વ નિયંત્રણ સોસાયટી દ્વારા ચશ્મા વિનામૂલ્યે
Dohad, Dahod | Aug 25, 2026