જનરક્ષક-112ની સમયસૂચકતા અને બહાદુરીથી રિક્ષાચાલક માટે બની દેવદૂત*
0
મુસાફરો બની આવેલા બે શખ્સોએ દાહોદમાં રિક્ષાચાલક સાથે મારામારી કરી લૂંટનો પ્રયાસ કરી રિક્ષા લઈ ફરાર થયા હતા
દાહોદ તાલુકામાં રાત્રિના સમયે કુંદનપુરથી કતવારા તરફ મુસાફરોને લઈ જઈ રહેલા રિક્ષાચાલક રાજુભાઈ ડામોર માટે અચાનક સર્જાયેલી પરિસ્થિતિમાં જનરક્ષક-112ની ટીમ સમયસર મદદે આવી દેવદૂત સમાન સાબિત થઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજુભાઈ ડામોર પોતાની રિક્ષામાં મુસાફરોને લઈ જઈ રહ્યા હતા. દરમિયાન અંધારાનો લાભ લઈ મુસાફરો બનીને બેઠેલા બે શખ્સોએ રસ્તામાં રિક્ષા રોકાવી રિક્ષાચાલક સાથે મારામારી કરી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. મારામારી બાદ બંને શખ્સો રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા અને રિક્ષાચાલકને રસ્તા પર છોડી દીધો હતો.
બનાવની જાણ જનરક્ષક-112 કંટ્રોલ રૂમને થતાં ફરજ પરના ડ્રાઇવર ધવલભાઈ કામોલ અને પોલીસ કોન્સ્ટેબલ નિર્મલસિંહ પરમાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમે રિક
Dohad, Dahod | Aug 25, 2026