ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ યોજનાના ઘટકોમાં ઓનલાઈન અરજીઓ કરવા ખેડૂતો માટે તક
દાહોદ, તા. 24/08/2026:
વર્ષ 2026-27 માટે કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ એજીઆર 2.3.4 યોજનાના ઘટકો માટેના બીજા તબક્કામાં આઈ-ખેડૂત પોર્ટલ મારફતે તા. 24/08/2026 થી તા. 07/09/2026 સુધી ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ યોજના હેઠળ ખેડૂતોને વિવિધ કૃષિ યંત્રો અને સાધનો માટે સહાયનો લાભ મળી શકે તે હેતુથી નીચે મુજબના ઘટકો માટે ઓનલાઈન અરજી કરવાની તક આપવામાં આવી છે:
ટ્રેક્ટર, પશુ સંચાલિત વાવણીયા, સીડ ડ્રિલ, બ્લેડ (ટ્રેક્ટર ઓપરેટર), લૅન્ડ લેવલર, પાવર થ્રેશર, રીપર બાઈન્ડર, વિવિધ પ્રકારના રોટરી પાવર ટીલર, પાવર વિન્ડર, સીડડ્રીલ, સબ સોઇલર, હેવી હોલ, વિનોઈંગ ફેન, રોટાવેટર, અન્ય ઓજારો, પ્લાઉ (વિવિધ પ્રકારના), સનેડો, વિવિધ પ્રકારના હેરો, શ્રેડર/મોબાઈલ શ્રેડર, ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર, પોસ્ટ હાર્વેસ્ટ ઈક્વિપમેન્ટ, કલ્ટીવેટર તથા સ્માર્ટ એન્ડ પ્રિસિઝન ફાર્મિંગ.
ખેડૂતોને વર્ષ 2026-27 માટે ખેતીવા�
Dohad, Dahod | Aug 25, 2026