20 લાખના ચેક બાઉન્સ કેસમાં વેપારીને 1 વર્ષની સજા
દાહોદ કોર્ટનો મહત્વનો ચુકાદો: આરોપીને રૂ.28.40 લાખનો દંડ, ફરિયાદીને રૂ.28.30 લાખ વળતર ચૂકવવાનો હુકમ કરાયો
દાહોદ શહેરમાં રૂ.20 લાખના ચેક બાઉન્સના કેસમાં દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે અગ્રવાલ ટ્રેડર્સના પ્રોપરાઇટર જયેશ રામગોપાલ અગ્રવાલને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને રૂ.28.40 લાખનો દંડ ભરવાનો આદેશ કર્યો છે. દંડની રકમમાંથી રૂ.28.30 લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
કોર્ટના ચુકાદા મુજબ ફરિયાદી અવિનાશ જીતેન્દ્રસિંગ અને આરોપી વચ્ચે મિત્રતાના સંબંધો હતા. આરોપીને નજીકની મિલકત ખરીદવા માટે નાણાંની જરૂર હોવાથી તેણે ફરિયાદી પાસેથી રૂ.20 લાખ ઉછીના લીધા હતા. આ રકમ પરત ચૂકવવા માટે આરોપીએ ધી દાહોદ અર્બન કો.ઓ. બેંક લિમિટેડ, દાહોદના પોતાના ખાતાનો ચેક નંબર 492964, તારીખ 14/10/2021નો રૂ.20 લાખનો ચેક ફરિયાદીને �
Dohad, Dahod | Aug 25, 2026