દાહોદ જિલ્લા પંચાયત ખાતે ચેરમેન ડૉ. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ
દાહોદ,
દાહોદ જિલ્લા પંચાયત ખાતે ચેરમેનસુશ્રી ડૉ. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમીક્ષા બેઠક દરમિયાન ચેરમેનશ્રી ડૉ. રોશનીબેન પટેલે ICDS વિભાગ દ્વારા બાળ વિકાસ, પોષણ અને મહિલા કલ્યાણ ક્ષેત્રે હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
તેમણે ગ્રામીણ અને ક્ષેત્રિય સ્તરે જઈને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય સેવાને બિરદાવી હતી.
આ પ્રસંગે ચેરમેનશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ સુધી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ સમયસર અને અસરકારક રીતે પહોંચે તે આપણી મુખ્ય પ્રાથમિકતા છે."
આગામી સમયમાં પણ તમામ કર્મચારીઓને વધુ ઉત્સાહ, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક પોતાની ફરજો નિભાવવા માટે જરૂરી દિશા-નિર
Dohad, Dahod | Aug 25, 2026