દાહોદ જિલ્લાના લીંમખેડાથી ખીરખાઈ સુધી દારૂ ભરેલી ઈકો કારનો પીછો કરી પોલીસે ઝડપી પાડી, રૂ.2.51 લાખનો મુદ્દામાલ જપ્ત
દાહોદ જિલ્લાના લીમખેડા વિસ્તારમાં એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઈકો કારનો પીછો કરી ખીરખાઈ ગામના ડુંગર ફળિયામાંથી બે ઈસમોને ઝડપી પાડી રૂ.2.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તા.24 ઓગસ્ટના રોજ લીમખેડા બજારમાં શંકાસ્પદ ઈકો કાર નં. GJ20AQ7206ને પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર ભગાવી હતી. પોલીસે પીછો કરતાં કાર ખીરખાઈ તરફના ડુંગર ફળિયામાં ઊભી રાખી દેવામાં આવી હતી. સ્થળ પરથી કિશનભાઈ રમેશભાઈ વણઝારા અને ભાવેશભાઈ ભારતભાઈ વણઝારાને ઝડપી લેવાયા હતા.
કારની તપાસમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. જેમાં કિંગફિશર બિયર, કાઉન્ટી ક્લબ વ્હિસ્કી અને રોયલ ચેલેન્જ વ્હિસ્કી મળી કુલ 312 બોટલ/ટીન, કિંમત રૂ.41,448નો જથ્થો મળ્યો હતો. ઉપરાંત બે મોબાઈલ ફોન રૂ.10 હજાર તથા દારૂ હેરાફેરીમાં વપરાયેલી ઈકો કાર રૂ.2 લાખ મળી કુલ �
Dohad, Dahod | Aug 25, 2026