ખંભાત: ખંભાતના કંસારીની 18 વર્ષીય યુવતી ગુમ થતા પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી.
Khambhat, Anand | Oct 18, 2026 ખંભાતના કંસારી ગામે રહેતી 18 વર્ષીય જયશ્રી ખોડાભાઈ સોલંકી ગત 13મી ઓક્ટોબરના રોજ કોલેજ ગઈ હતી.સાંજ સુધી તે ઘરે પરત ન થતા પરિવારજનોએ તેણીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહોતો. આખરે, તેના ગુમ થયાની પિતાએ ખંભાત શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જાણવાજોગ નોંધી તપાસ હાથ ધરી છે.