ખંભાત: ડાલી ચોકડી પર અનિયંત્રિત નવી નકોર કાર વીજ થાંભલા સાથે અથડાઈ, રોડ સાઈડ બેઠેલા વ્યક્તિને ઈજા
Khambhat, Anand | Oct 20, 2026 ડાલી ચોકડી નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક નવી જ ખરીદેલી કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ કિનારે આવેલા વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. આ ઘટના દરમિયાન રોડ સાઈડમાં બેઠેલા એક નિર્દોષ વ્યક્તિ કારની ઝપેટમાં આવી જતાં તેને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જો કાર વીજ થાંભલા સાથે ન અથડાઈ હોત તો નજીકમાં આવેલી હોટલ અને દુકાનોમાં ઘૂસી જતી.