ખંભાત: વોટ્સએપ પર ફોટો મૂકવા અને બાઈક ઘસવા મુદ્દે બે જૂથ બાખડ્યા, બંને પક્ષોની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી
Khambhat, Anand | Oct 16, 2026 ખંભાતના પાંચહાટડી વિસ્તારમાં વોટ્સએપ પર ફોટો મૂકવા અને બાઈક ઘસાવા મુદ્દે બે જૂથ બાખડ્યા હતા.આ અંગે મુનફરીદ હુસેન મુન્તઝીરહુસેન સૈયદની ફરિયાદ મુજબ, વસીમ ઉર્ફે કટર શમશુભાઈ શેખ, અયાઝ આરીફ શેખ અને નીશાર નદીમભાઈ ઉર્ફે એ-1 હલવાસનવાલા,અશલમ શેખ સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે મૌલાના અશલમની ફરિયાદના આધારે જામી સાહીદ અને સાહીદ સૈયદ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.