બારડોલી: બારડોલી ગ્રામ્ય વિસ્તારમાં ફાંસો ખાઈ આપઘાતના બે બનાવ
Bardoli, Surat | Jan 16, 2026 સિંગોદ ગામની સીમમાં આવેલા જીતુ નગીન પટેલના ખેતરના શેઢા પર આંબાના ઝાડે ઓઢણી બાંધી એક પુરુષ ફાંસો ખાઈ લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. તપાસમાં મૃતકનું નામ અજય કનૈયા ચૌધરી (ઉ.વ. 50), રહે. મઢી કાંટી ફળીયા, નિશાળ ફળીયા હોવાનું જાણવા મળ્યું છે મોતા ગામે અયોધ્યા રેસિડન્સીના મકાન નં. 58ની ગેલેરીમાં લોખંડના સળિયા સાથે ગમછો બાંધી એક યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક પ્રભાત બ્રીજકિશોર દાસ (ઉ.વ. 35), હાલ રહે. પટેલનગર, પાંડેસરા, સુરત અને મૂળ ઓરિસ્સાના છે.