બારડોલી: મિત્રના અકસ્માતથી પ્રેરિત સંકલ્પથી માણેકપોરમાં આધુનિક પાંજરાપોળનું દાતાઓનો હસ્તે લોકાર્પણ થયું.
Bardoli, Surat | Jan 14, 2026 વર્ષ 2021માં મિત્રના ગંભીર અકસ્માત બાદ લેવાયેલા સંકલ્પના પરિણામે માણેકપોર ગામમાં રઝળતી અને દુર્ઘટનાગ્રસ્ત ગાયોના સંરક્ષણ માટે અત્યાધુનિક પાંજરાપોળનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સેવાકાર્ય માણેકપોરના રહેવાસી જિતેન્દ્રસિંહ પ્રભાતસિંહ વાસિયાના દ્રઢ નિશ્ચય અને ગ્રામજનોના સહયોગથી સાકાર બન્યું છે. શરૂઆતમાં મિત્ર દ્વારા જમીન અને તબેલો ગૌસેવા માટે ઉપલબ્ધ કરાવતા આ કાર્યનો આરંભ થયો હતો અને છેલ્લા ચાર વર્ષથી ગાયોનું ભરણપોષણ વિવિધ સહયોગથી કરવામાં આવી રહ્યુ