ઉમરાખ ખાતે ‘શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન’ થીમ આધારિત રોડ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરટીઓ કચેરી, બારડોલી તરફથી અધિકારીગણ સી.સી. ચૌધરી, બી.બી. વાઘેલા, પી.બી. પટેલ તેમજ ટીમ વાનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઉપરાંત સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઈશ્વરસિંહ સિસોદિયા તથા તેમનો સ્ટાફ પણ હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોને કોલેજના પ્રિન્સિપલ અને પ્રોફેસર સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપ્યું