બારડોલી: ઉમરા ગામે કમ્પાઉન્ડ વોલ બનાવતા કારીગર પર જંગલી ભૂંડનો હુમલો, ગંભીર ઇજા બારડોલી હોસ્પિટલ ખસેડાયો
Bardoli, Surat | Jan 15, 2026 ઉમરા ગામે પલાટ ફળીયા માં રહેતો નિલેશ રમણ પટેલ પોતે કમ્પાઉન્ડ વોલ નું ફેન્સિંગ કામગીરી કરી ગુજરાન ચલાવતો હતો. આજ રોજ ગામના રહીશ કેસુર મગન પટેલ ના ખેતર માં ફેન્સિંગ દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. બપોરના ૧ વાગ્યા ના સમય આસપાસ તે કુદરતી હાજતે ખેતરાડી માં ગયો હતો. આ સમયે અચાનક આવી ચડેલા એક જંગલી ભૂંડે નિલેશ પટેલ ઉપર હુમલો કરી તેના પગ ની પાની ફાડી નાખી ઇજા પહોંચાડી હતી. તેને તાબડતોબ સારવાર માટે બારડોલી ની સરદાર હોસ્પિટલ માં દાખલ કરાયો હતો.