આ મહા રક્તદાન શિબિરનો પ્રારંભ બારડોલી નગર સંગઠનના પ્રમુખ અનંતભાઈ જૈનના કરકમળે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ અવસરે પ્રખર હિન્દૂ વક્તા કાજલ શિંગલા ઉર્ફે કાજલ હિન્દુસ્તાની વિશેષ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. શિબિરમાં પ્રથમ 201 રક્તદાતાઓને IM હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગિફ્ટ તથા પ્રોત્સાહક સર્ટિફિકેટ મહાનુભાવોના વરદ હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત 64 વખત રક્તદાન કરનાર હિતેશ પટેલનું વિશેષ બહુમાન કરાયું