અંજાર નગરપાલિકા દ્વારા સવાસર નાકા તળાવ ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિ અને નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ખાંડેકાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ અટલજીની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.