અંજાર: અંજાર રંગાયું રાષ્ટ્રપ્રેમનાં રંગે !!
“હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત અંજાર શહેર માં ભવ્ય “તિરંગા યાત્રા” યોજાઈ હતી.
Anjar, Kutch | Aug 13, 2026 ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત અંજાર નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.તિરંગા યાત્રામાં શહેરના નાગરિકો, વિવિધ ક્ષેત્રના આગેવાનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તિરંગા યાત્રાનો પ્રારંભ ગંગાનાકા, પંચાયત રોડ ખાતેથી કરવામાં આવ્યો હતો. યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ પાસે પૂર્ણ થઈ હતી.