નખત્રાણા: નખત્રાણા દેવકી નગર વિસ્તારમાં ગટરની બદબૂથી રહેવાસીઓ પરેશાન
નખત્રાણા ના દેવકી નગર રોડ પર છેલ્લા 8 દિવસથી ગટર લીકેજ થતા રહેવાસીઓ તેમજ વટે માર્ગો ભારે હાલાકી ભોગવી રહ્યા છે રહેવાસીઓને, મચ્છર અને ગંધથી બીમારી નો દર સતાવી રહ્યો છે નખત્રાણાના *દેવકી નગર રોડ* પર છેલ્લા 8 દિવસથી એક ખાનગી મિલકતમાંથી ગટરનું ગંદુ પાણી સતત રોડ પર વહી રહ્યું છે. જેના કારણે આખો રસ્તો કીચડવાળો બની ગયો છે અને આસપાસના રહીશો એ જવાબદારોનું ધ્યાન દોરવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી અને ભયંકર બદબુથી લોકો પરેશાન છે .