વેડ દરવાજાની જર્જરિત દીવાલ તોડતા દુર્ઘટના! ટ્રાફિક સિગ્નલ પોલ પર પડ્યો કાટમાળ
સુરતના **વેડ દરવાજા વિસ્તારમાં જર્જરિત કોટની દીવાલ તોડવાની કામગીરી દરમિયાન દુર્ઘટના** સર્જાઈ હતી. દીવાલનો જર્જરિત ભાગ તોડતી વખતે કાટમાળ નજીકના **ટ્રાફિક સિગ્નલ પોલ પર પડ્યો**, જેના કારણે સિગ્નલ પોલને મોટું નુકસાન થયું છે.
ઘટના સમયે એક તરફ વાહનવ્યવહાર પણ ચાલુ હતો. જોકે, **સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.**
હાલ ટ્રાફિક સિગ્નલ પોલને સાઈડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
#surat #suratnews #suratbreaking #veddarwaja #trafficSignal
Udhna, Surat | Aug 27, 2026