ઓફિસમાં ધૂમ્રપાનની ગંધથી પરેશાન યુવતીનો મોટો નિર્ણય! આખરે આપ્યું રાજીનામું
ઓફિસના પેન્ટ્રી રૂમ, ડાઇનિંગ સ્પેસ, લોબી અને પોતાની આસપાસ સતત સિગારેટના ધુમાડાની ગંધ આવતી હોવાના કારણે એક યુવતીએ રાજીનામું આપ્યું હોવાનો દાવો સામે આવ્યો છે.
યુવતીના જણાવ્યા મુજબ, તેણે ધુમાડાની ગંધથી બચવા માસ્ક પણ પહેર્યો, પરંતુ તેમ છતાં કોઈ રાહત મળી નહીં. સતત આવતી ધૂમ્રપાનની ગંધને કારણે આખરે તેણે નોકરી છોડવાનો નિર્ણય લીધો.
આ ઘટનાએ વર્કપ્લેસમાં ધૂમ્રપાન અને કર્મચારીઓના સ્વચ્છ હવાના અધિકાર અંગે ચર્ચા જગાવી છે.
#office #smoking #smokingatwork #workplace #workplaceissues
Udhna, Surat | Aug 27, 2026