સુરતમાં AAPનો અનોખો વિરોધ! મેયરના ઘર બહાર હોટફિક્સ કચરાના ઢગલા, 10 દિવસનું અલ્ટિમેટમ
સુરતમાં હોટફિક્સ કચરાના મુદ્દે આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. AAPના જણાવ્યા મુજબ, કોર્પોરેટર રચના હીરપરાને મનપાની સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો ઉઠાવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.
રોષે ભરાયેલા AAP કાર્યકરોએ મેયરના ઘર બહાર હોટફિક્સ કચરાના ઢગલા કરી વિરોધ નોંધાવ્યો હતો. AAP પ્રદેશ સંગઠન મંત્રી અને કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કર્યો કે સુરતમાં સેમી-ઔદ્યોગિક એકમો અને હોટફિક્સ કારખાનાઓના કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી.
AAPએ મનપાને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. ધર્મેશ ભંડેરીના જણાવ્યા મુજબ, જો હોટફિક્સ કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો રાજ્યના આરોગ્ય મંત્રીના ઘર અને ઓફિસ બહાર પણ કચરો ઠાલવી વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે.
#surat #suratnews #suratbreaking #aap #aapgujarat
Udhna, Surat | Aug 27, 2026