ઈદે મિલાદ નિમિત્તે સુરતમાં માનવતાની મિસાલ ❤️ 1400 ફૂડ પેકેટનું વિતરણ
સુરતમાં **ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ (રોશની સબકે માટે)** દ્વારા ઈદે મિલાદ નિમિત્તે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. 23 ઓગસ્ટે સુરતની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા **દર્દીઓ અને તેમના પરિવારજનો માટે કુલ 1400 ફૂડ પેકેટનું વિતરણ** કરવામાં આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલ, સ્મીમેર સહિત શહેરની વિવિધ હોસ્પિટલોમાં આ સેવા પહોંચાડવામાં આવી હતી. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, માનવતાના ભાવથી જરૂરિયાતમંદોની મદદ કરવાનો આ સેવાકીય પ્રયાસ સતત **16મા વર્ષમાં** પણ ચાલુ છે.
ટ્રસ્ટ દ્વારા “લોભ, લાલચ અને સ્વાર્થ વગર અવશ્ય સેવા કરો” તથા **“દેનાર બનો, લેનાર નહીં”**ના સંદેશ સાથે સમાજના તમામ વર્ગોને માનવસેવામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
#surat #suratnews #eidmilad #eidmiladunnabi #khwajagaribnawaz
Udhna, Surat | Aug 27, 2026