આજ તારીખ 26 ઓગસ્ટના રોજ ઈદ-એ-મિલાદુન્નબીના તહેવાર નિમિત્તે Y.S.S ગ્રુપ દ્વારા આઈસ્ક્રીમ અને મીઠાઈ વિતરણનો કાર્યક્રમ નવસારી બજારની નમકવાળી ગલી ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં દરેક ધર્મના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Y.S.S ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી આ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં પણ આ સેવા કાર્ય સતત ચાલુ રાખવામાં આવશે.