ખંભાત: મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો, 19 જેટલા અરજદારોની ફરિયાદ સાંભળી
Khambhat, Anand | Oct 21, 2026 ખંભાતના મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી કુંજલ શાહના અધ્યક્ષ સ્થાને અને મામલતદાર જયદેવભાઈ વાંકની ઉપસ્થિતિમાં તાલુકા સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો.જે કાર્યક્રમ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર, માર્ગ અને મકાન વિભાગના અધિકારી, તલાટી મંત્રીઓ, સરપંચો, વીજ કંપનીના અધિકારી સહિતના અધિકારીઓ અને અજરદારો હાજર રહ્યા હતા.તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન 19 જેટલા અરજદારોએ તાલુકા સ્વાગતમાં અરજી કરી હતી.