દાહોદ જિલ્લામાં કાળી-2 ડેમ 100 ટકા ભરાયો
ઉપરવાસમાં સારા વરસાદના પગલે કાળી-2 ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં કાળી-2 ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 100 ટકા સુધી ભરાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ કાળી-2 ડેમની મહત્તમ જળસપાટી 257 મીટર છે, જ્યારે હાલમાં ડેમમાં પાણીની સપાટી 257.05 મીટર સુધી પહોંચી છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવક યથાવત રહેતા જળસંગ્રહમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
કાળી-2 ડેમમાં પાણીનો જથ્થો વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેમમાં સંગ્રહાયેલું પાણી આગામી દિવસોમાં સિંચાઈ તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે લાભદાયી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Dohad, Dahod | Sep 15, 2026