દાહોદના વરોડ ગામ નજીક ઝાલોદ-દાહોદ હાઈવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
અકસ્માતમાં બાઈકચાલક ઈજાગ્રસ્ત થતાં ત્યાંથી પસાર થઈ રહેલા ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ પોતાની ગાડી રોકી ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, મહેશભાઈ ભુરીયા ઝાલોદ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરી લીમડી તરફ જઈ રહ્યા હતા. દરમિયાન વરોડ ગામ નજીક અકસ્માત થયેલો નજરે પડતાં તેમણે તાત્કાલિક પોતાની ગાડી રોકી હતી અને ઈજાગ્રસ્ત બાઈકચાલકની મદદ માટે આગળ આવ્યા હતા.
મહેશભાઈ ભુરીયાએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરી ઘટનાસ્થળે બોલાવી હતી. દરમિયાન ત્યાંથી ખાનગી હોસ્પિટલના તબીબની ગાડી પસાર થતી નજરે પડતાં તેમણે ગાડી પણ રોકાવી હતી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા જણાવ્યું હતું.
થોડા સમય બાદ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચતાં ઈજાગ્રસ્ત બાઈકચાલકને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સાથે જ મહેશભાઈ ભુરીયાએ �
Dohad, Dahod | Sep 22, 2026