દાહોદ તાલુકાના પીપળાપાણી–નાની વાસવાણી–ઝેરજીતગઢથી જેકોટ અને સેવાસદન તરફનો રસ્તો બિસ્માર,સ્થાનિકોમાં રોષ
દાહોદ તાલુકાના પીપળાપાણી – નાની વાસવાણી – ઝેરજીતગઢથી જેકોટ રેલવે સ્ટેશન તેમજ દાહોદ સેવાસદન તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ૧ થી ૨ વર્ષથી અત્યંત ખરાબ અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આશરે ૧ થી ૨ કિલોમીટરના આ કટકા પરથી પસાર થવું વાહનચાલકો માટે મોટી હાલાકી સમાન બની ગયું છે.
સ્થાનિક ગ્રામજનો દ્વારા આ સમસ્યા અંગે અવારનવાર સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો દ્વારા સંબંધિત વિભાગ અને જવાબદાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. આમ છતાં, આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ રસ્તો આસપાસના ગામો માટે ખૂબ જ મહત્વપૂર્ણ કડી છે. દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, નોકરિયાતો, દર્દીઓ અને દૈનિક વાહનચાલકો અહીંથી અવરજવર કરે છે. રસ્તા પર પડેલા મોટા ખાડા અને ઉડ�
Dohad, Dahod | Sep 22, 2026