દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના મોતીપુરા વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો
દેવગઢ બારિયાના મોતીપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી રહેણાંક વિસ્તારમાં દીપડો આંટાફેરા કરતો નજરે પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
દીપડાની અવરજવર અંગે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરું મૂક્યું હતું.
શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવેલા દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી. આખરે દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો.
પાંજરે પુરાયેલો દીપડો માદા હોવાનું સામે આવ્યું છે. દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Dohad, Dahod | Sep 22, 2026