Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
हादसा
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
India
जनसमस्या
कांग्रेस
चोरी
Congress
Modi
Delhi
Viral
Crime
Bollywood
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Biharfloods
Uttarpradesh
aapnudahod
દાહોદ જિલ્લાના પીપલોદના ગોવિંદીયુ તળાવ પાસે સ્મશાનગૃહ જર્જરિત હાલતમાં, સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ
Dohad, Dahod
| Sep 22, 2026
MORE NEWS
દાહોદ તાલુકાના અભલોડ ના ખેડા ગામમાં સરકારી યોજનાઓમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ: જોબ કાર્ડ અને મનરેગામાં મોટું કૌભાંડ આચરાયાની ચર્ચા
Dohad, Dahod | Sep 22, 2026
દાહોદના વરોડ ગામ નજીક ઝાલોદ-દાહોદ હાઈવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઈકચાલક ઈજાગ્રસ્ત થતાં ત્યાંથી પસાર થઈ રહેલા ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ પોતાની ગાડી રોકી ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, મહેશભાઈ ભુરીયા ઝાલોદ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરી લીમડી તરફ જઈ રહ્યા હતા. દરમિયાન વરોડ ગામ નજીક અકસ્માત થયેલો નજરે પડતાં તેમણે તાત્કાલિક પોતાની ગાડી રોકી હતી અને ઈજાગ્રસ્ત બાઈકચાલકની મદદ માટે આગળ આવ્યા હતા. મહેશભાઈ ભુરીયાએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરી ઘટનાસ્થળે બોલાવી હતી. દરમિયાન ત્યાંથી ખાનગી હોસ્પિટલના તબીબની ગાડી પસાર થતી નજરે પડતાં તેમણે ગાડી પણ રોકાવી હતી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા જણાવ્યું હતું. થોડા સમય બાદ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચતાં ઈજાગ્રસ્ત બાઈકચાલકને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સાથે જ મહેશભાઈ ભુરીયાએ �
Dohad, Dahod | Sep 22, 2026
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના મોતીપુરા વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો દેવગઢ બારિયાના મોતીપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી રહેણાંક વિસ્તારમાં દીપડો આંટાફેરા કરતો નજરે પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દીપડાની અવરજવર અંગે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરું મૂક્યું હતું. શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવેલા દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી. આખરે દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો. પાંજરે પુરાયેલો દીપડો માદા હોવાનું સામે આવ્યું છે. દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Dohad, Dahod | Sep 22, 2026
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ભગવાન બિરસા મુંડાની મૂર્તિ સ્થાપના માટે એકત્ર કરાયેલા ફાળાના હિસાબ બાબતે માથાકૂટનો બનાવ સામે આવ્યો
Dohad, Dahod | Sep 22, 2026
દાહોદ તાલુકાના પીપળાપાણી–નાની વાસવાણી–ઝેરજીતગઢથી જેકોટ અને સેવાસદન તરફનો રસ્તો બિસ્માર,સ્થાનિકોમાં રોષ દાહોદ તાલુકાના પીપળાપાણી – નાની વાસવાણી – ઝેરજીતગઢથી જેકોટ રેલવે સ્ટેશન તેમજ દાહોદ સેવાસદન તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ૧ થી ૨ વર્ષથી અત્યંત ખરાબ અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આશરે ૧ થી ૨ કિલોમીટરના આ કટકા પરથી પસાર થવું વાહનચાલકો માટે મોટી હાલાકી સમાન બની ગયું છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા આ સમસ્યા અંગે અવારનવાર સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો દ્વારા સંબંધિત વિભાગ અને જવાબદાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. આમ છતાં, આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ રસ્તો આસપાસના ગામો માટે ખૂબ જ મહત્વપૂર્ણ કડી છે. દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, નોકરિયાતો, દર્દીઓ અને દૈનિક વાહનચાલકો અહીંથી અવરજવર કરે છે. રસ્તા પર પડેલા મોટા ખાડા અને ઉડ�
Dohad, Dahod | Sep 22, 2026
દાહોદ જિલ્લાની ઝાલોદ વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનાત્મક કામગીરી હાથ ધરવામાં આવી ઝાલોદ તાલુકાના મુનખોસલા તાલુકા સીટ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મળીને ડોર ટુ ડોર સંપર્ક અને પ્રચાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કાર્યકરો દ્વારા બુથ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી. તેમજ સ્થાનિક મતદારો સાથે મુલાકાત કરી પાર્ટીની કામગીરી અંગે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ઝાલોદ વિધાનસભાના પ્રભારી અનિલભાઈ ગરાસિયા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા.
Dohad, Dahod | Sep 22, 2026
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની આદિવાસી માધ્યમિક શાળા, બિલવાણીમાં શિક્ષકો દ્વારા બાળકો પાસે ઘાસચારો લીંદાવવાની (કામ કરાવવાનું વિડિયો વાયરલ બિલવાણી સ્થિત આદિવાસી માધ્યમિક શાળામાં શિક્ષણના મંદિરમાં શિક્ષણ આપવાને બદલે બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાની એક અત્યંત શરમજનક અને ગંભીર ઘટના સામે આવી છે. શાળાના શિક્ષકો દ્વારા માસૂમ વિદ્યાર્થીઓ પાસે શાળાના પ્રાંગણમાં ઘાસ લીંદાવવાનું (કામ કરાવવાનું) અમાનવીય કૃત્ય કરવામાં આવી રહ્યું છે. વાલીઓ પોતાના બાળકોને ભવિષ્ય બનાવવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અપેક્ષાઓ સાથે ઘરેથી શાળાએ મોકલે છે, પરંતુ અહીં શિક્ષકો દ્વારા બાળકો પાસે વેઠ પ્રથાની જેમ બળજબરીપૂર્વક શ્રમ કરાવવામાં આવી રહ્યો છે જે બાળકોના મૌલિક અધિકારોનું હનન ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવે.
Dohad, Dahod | Sep 22, 2026
દાહોદ જિલ્લાના લીમખેડામા દબાણ હટાવ્યા બાદ લીમખેડામાં ફરી અતિક્રમણ માર્ગ અને મકાન વિભાગના વરસાદી પાણીના નાળા પર ફરી દબાણ થતાં લોકોમાં રોષ, નાળું ખુલ્લું કરી દબાણ દૂર કરવાની તંત્ર સમક્ષ માંગ લીમખેડા તા.22 લીમખેડા શહેરમાં માર્ગ અને મકાન વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા અગાઉ દૂર કરવામાં આવેલા દબાણો ફરીથી ઊભા કરવામાં આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા માર્ગની હદમાં આવેલા દબાણો સામે કાર્યવાહી કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. જોકે, કાર્યવાહી બાદ ફરીથી કેટલાક સ્થળોએ દબાણ શરૂ કરવામાં આવતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવતા વરસાદી પાણીના નાળા ઉપર ફરીથી દબાણ કરવામાં આવ્યું હોવાની રજૂઆત સામે આવી છે. વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા નાળાની જગ્યા પર ફરીથી દબાણ થતાં ચોમાસા દરમિયાન પાણીના વહેણને અસર થવાની શક્યતા અંગે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી
Dohad, Dahod | Sep 22, 2026