દાહોદ જિલ્લાની ઝાલોદ વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનાત્મક કામગીરી હાથ ધરવામાં આવી
ઝાલોદ તાલુકાના મુનખોસલા તાલુકા સીટ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મળીને ડોર ટુ ડોર સંપર્ક અને પ્રચાર કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન કાર્યકરો દ્વારા બુથ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી. તેમજ સ્થાનિક મતદારો સાથે મુલાકાત કરી પાર્ટીની કામગીરી અંગે સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં ઝાલોદ વિધાનસભાના પ્રભારી અનિલભાઈ ગરાસિયા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા.
Dohad, Dahod | Sep 22, 2026