દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની આદિવાસી માધ્યમિક શાળા, બિલવાણીમાં શિક્ષકો દ્વારા બાળકો પાસે ઘાસચારો લીંદાવવાની (કામ કરાવવાનું વિડિયો વાયરલ
બિલવાણી સ્થિત આદિવાસી માધ્યમિક શાળામાં શિક્ષણના મંદિરમાં શિક્ષણ આપવાને બદલે બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાની એક અત્યંત શરમજનક અને ગંભીર ઘટના સામે આવી છે.
શાળાના શિક્ષકો દ્વારા માસૂમ વિદ્યાર્થીઓ પાસે શાળાના પ્રાંગણમાં ઘાસ લીંદાવવાનું (કામ કરાવવાનું) અમાનવીય કૃત્ય કરવામાં આવી રહ્યું છે. વાલીઓ પોતાના બાળકોને ભવિષ્ય બનાવવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અપેક્ષાઓ સાથે ઘરેથી શાળાએ મોકલે છે, પરંતુ અહીં શિક્ષકો દ્વારા બાળકો પાસે વેઠ પ્રથાની જેમ બળજબરીપૂર્વક શ્રમ કરાવવામાં આવી રહ્યો છે જે બાળકોના મૌલિક અધિકારોનું હનન ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવે.
Dohad, Dahod | Sep 22, 2026