દાહોદ જિલ્લાના લીમખેડામા દબાણ હટાવ્યા બાદ લીમખેડામાં ફરી અતિક્રમણ
માર્ગ અને મકાન વિભાગના વરસાદી પાણીના નાળા પર ફરી દબાણ થતાં લોકોમાં રોષ, નાળું ખુલ્લું કરી દબાણ દૂર કરવાની તંત્ર સમક્ષ માંગ
લીમખેડા તા.22
લીમખેડા શહેરમાં માર્ગ અને મકાન વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા અગાઉ દૂર કરવામાં આવેલા દબાણો ફરીથી ઊભા કરવામાં આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા માર્ગની હદમાં આવેલા દબાણો સામે કાર્યવાહી કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. જોકે, કાર્યવાહી બાદ ફરીથી કેટલાક સ્થળોએ દબાણ શરૂ કરવામાં આવતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવતા વરસાદી પાણીના નાળા ઉપર ફરીથી દબાણ કરવામાં આવ્યું હોવાની રજૂઆત સામે આવી છે. વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા નાળાની જગ્યા પર ફરીથી દબાણ થતાં ચોમાસા દરમિયાન પાણીના વહેણને અસર થવાની શક્યતા અંગે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી
Dohad, Dahod | Sep 22, 2026