ખંભાત: ખંભાત સહીત આણંદ જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે હથિયાર બંધી અને સભાબંધીનો હુકમ કર્યો
Khambhat, Anand | Oct 13, 2026 નવરાત્રી મહોત્સવ અને દશેરાનો તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ ગમારા દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રતિબંધાત્મક હુકમો જારી કરવામાં આવ્યા છે.આ જાહેરનામા મુજબ ખંભાત સહીત સમગ્ર જિલ્લામાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા શારીરિક ઈજા કરી શકાય તેવા કોઈપણ સાધનો સાથે રાખવા નહીં. સક્ષમ અધિકારીની પરવાનગી વગર ચાર કરતાં વધુ માણસોએ એકત્ર થવું નહીં.