થાનગઢ: થાનગઢ શહેરી વિસ્તારમાંથી વધુ એક પાર્ક કરેલ બાઈકની ઉઠાંતરી
થાનગઢ રૂપાવટી રોડ વસ્ત્ર નજીક રહેતા નયનભાઈ ભરતભાઈ પરમાર પોતાનું બાઈક જીજે 13 બી એ 5795 નંબર વાળું લઈ પીપળા વાળા ચોક નજીક પાર્ક કર્યું હતું અને કામ અર્થે બજારમાં જઈ પરત ફરતા બાઇક ચોરી થઈ ચૂક્યું હોવાથી થાનગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુધ ગુનો નોંધાવ્યો છે